વરધારાના વેલા થાય છે. તેનાં પાન હાથની હથેળી જેવાં હોય છે. એનાં પાનની નીચેની બાજુએ રેશમ જેવી સફેદ રુવાંટી હોય છે. તેના મૂળ પાંચ છ ઈંચ લાંબા હોય છે. તેની છાલ વાંકી તથા ભૂખરા રંગની હોય છે. વરધારો ઘણી જ પ્રસિદ્ધ ઔષધિ છે. ગામડામાં લોકો એનો બહુ જ ઉપયોગ કરે છે. એનાં બીજ લગભગ મરી જેવડાં હોય છે અને એક ફળમાં ત્રણ બીજ હોય છે.
ચોમાસામાં એનાં ફૂલ ખીલે છે. શિયાળામાં તેના પર ફળ આવે છે. તો ચાલો હવે આપણે જાણીએ વરધારાના ફાયદાઓ વિશે. વરધારો ગુણમાં પૌષ્ટિક છે. એ વાતહર અને રસાયણ છે. સ્વાદે કડવો તૂરો તેમજ ગરમ છે. તે ઉગ્ર તથા દીપન છે. વરધારાનો ઉપયોગ વા, આમ, સોજા, રક્તવિકાર, નબળાઈ, સંધિવા અને સીફીલીસ માં થાય છે. પાંડુરોગ, ઉધરસ, ક્ષય, પ્રમેહ માં પણ એ ખૂબ જ ઉપયોગી છે.
કફ દોષ વગેરે રોગોનો નાશ કરે છે. તે જઠરાગ્નિ વધારે છે. છાતી ના રોગો દૂર કરે છે. જીર્ણ, ઉધરસ, દમ વગેરે મટાડે છે. વરધારો મગજને પુષ્ટિ આપે છે. એનાં પાન ગુમડા પકાવી ધાને રુઝાવે છે. વરધારો અન્ય પૌષ્ટિક દવાઓ-પાકોમાં વપરાય છે.
વરધારાના મૂળનું ચૂર્ણ અશ્વગંધાના ચૂર્ણ સાથે વાપરવાથી પિતના રોગો દૂર થાય છે. હાથીપગામાં પણ વરધારો વપરાય છે. વરધારાના મૂળનું ચૂર્ણમાં શતાવરીનો રસ મિક્સ કરીને તેને સૂકવી રાખવું. આના ઉપયોગથી બળ, વીર્ય અને આયુષ્ય વધે છે. સંધિવા કે ગરમીના વા ને લીધે સાંધા જકડાઈ જાય ત્યારે એનું ચૂર્ણ ખાસ ઉપયોગી નીવડે છે.
વરધારો, સુંઠ, ૫૦ ગ્રામ હિમજ, ૨૫ ગ્રામ અજમો, વાવડિંગ, કાળીજીરી, સંચળ, ચવક, ગજપીપર, સિંધવ તથા પીપરી મૂળના ગંઠોડા અને વરિયાળી આ બધી વસ્તુઓ અઢી અઢી ગ્રામ જેટલી લેવી અને તેનું ચૂર્ણ બનાવી રાખી મૂકવું. જ્યારે પણ સંધિવા, પક્ષપાત, અપગ વાયુ વગેરે રોગો ની અસર થાય ત્યારે આ ચૂર્ણ ના ઉપયોગ થી ઘણી રાહત મળે છે.
વરધારો, ભીલાયુ, કાળા તલ, ત્રિફળા, સૂંઠ આ બધી વસ્તુઓ દસ દસ ગ્રામ લઈ તેનું ચૂર્ણ કરી મધ સાકરમાં ખાવું. લગભગ 5 ગ્રામ જેટલું આ ચૂર્ણ લેવાથી હરસમાં ઘણી રાહત મળે છે. વરધારાનું ચૂર્ણ પાણી સાથે પીવાથી ઉધરસ મટે છે. એ ચૂર્ણ સાથે ગરમાળો અને દ્રાક્ષ નાખીને આપવાથી પણ હરસ મટે છે.
વરધારો, મરી, નાગરમોથ, સુગંધીવાળો, ટંકણખાર, જવખાર અને શુદ્ધ વછનાગ દરેક સરખે વજને લઈ અરડૂસીના રસમાં મિક્સ કરી નાની નાની ગોળી બનાવી છાંયડે સુકવવી. આ ગોળી સસણી, શ્વાસ, દમ તથા નાનાં બાળકોના ભરાઈ જવા જેવા રોગોમાં આપવામાં આવે છે તેમજ દમના રોગ માટે આદુના રસમાં આપવું ઉત્તમ છે.
જો માથાનો દુખાવો થાય છે તો વરધારાના મૂળને ચોખાના પાણીથી પીસીને કપાળ પર લગાવો. તેનાથી માથાનો દુખાવો મટે છે. પેટમાં દુખાવો મુખ્યત્વે અપચો, કબજિયાત અને ગેસને કારણે થાય છે. વરધારો ખોરાકને પચાવે છે, કબજિયાત પણ દૂર કરે છે. જો પેટનો દુખાવો મટાડવો હોય તો વરધારાના પાનના 5-10 મિલી રસમાં મધ મેળવીને પીવો. તેનાથી પેટના રોગોમાં લાભ થાય છે.
વરધારો, ભીલામો અને સૂંઠ ત્રણે સમાન પ્રમાણમાં લો અને પાવડર બનાવો. આ 2-4 ગ્રામ ચૂર્ણ નું ગોળ સાથે સેવન કરવાથી બવાસીર માં ફાયદો થાય છે. પેશાબમાં બળતરા અને દુખાવો થાય છે. પેશાબનું પ્રમાણ પણ ઓછું છે તો વરધારો પેશાબમાં વધારો કરે છે અને બળતરા અને પીડામાં રાહત આપે છે. એક ભાગ ગાયના દૂધમાં વરધારાના મૂળિયાના પાવડરને પીવાથી લાભ થાય છે.
વરધારાના મૂળમાં સમાન ભાગો શતાવરીના મૂળ ભેળવીને એક ઉકાળો બનાવો. આ ઉકાળો 15-30 મિલી પીવાથી સંધિવા થી રાહત મળે છે. 2 ભાગ ખાંડ, એક ભાગ વરધારાના મૂળ, અડધો ભાગ હળદર અને કાળા મરીનો પા ભાગ લઈને બારીક પાવડર બનાવો. દરરોજ 5-6 ગ્રામ પાવડર પાણી સાથે પીવો. આ પછી તેને હાથ પર લગાવો. આ છ દિવસમાં લોહીની ખોટને કારણે થતી ખંજવાળ માં ઘણો ફાયદો કરે છે.