ખાવામાં મસાલા તરીકે વરિયાળીનો ખુબ ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગે લોકો વરિયાળીને માઉથ ફ્રેશનર તરીકે વાપરે છે. વરિયાળી ચાવવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે પણ તેના બીજા ઘણા ફાયદા છે. વરિયાળી ઔષધિ ગુણથી ભરપૂર છે. વરીયાળી આપણા સ્વાથ્ય માટે ખુબ ફાયદાકારક છે.
વરીયાળીમાં ઘણા એવા પોષક તત્વ મળી આવે છે. જે સ્વસ્થ રહેવા માટે ઘણા જરૂરી હોય છે. વરિયાળીમાં પોટેશિયમ આયરન, એન્ટી ઇમ્ફલેમેન્ટરી, ફોલેટ, વિટામિન સી, ફાઇબર મેગેનિઝ, એન્ટી ઓક્સિડન્ટ જેવા ગુણોથી ભરપૂર છે. પેટ સંબંધિત સમસ્યાઓમાં વરિયાળીનું પાણી ખૂબ જ ફાયદો અપાવે છે. આ સિવાય નિયમિત વરિયાળી ખાવાના અન્ય ફાયદાઓ પણ છે. તો ચાલો તમને જણાવીએ કે વરિયાળી ખાવાના કેટલાક અનોખા ફાયદા.
વરિયાળીમાં રહેલું તેલ પેટમાં થતા અપચો ,સોજો અને કબજિયાતની સમસ્યાને દુર કરે છે. તેથી વરીયાળીનું દૂધ પીવાથી પેટને લગતી બધી સમસ્યાને મટાડવા માટે તે ખુબ ફાયદાકારક છે. વરીયાળીનું સેવન કરવાથી પેટમાં થતો ગેસ અને એસિડીટીમાં પણ ફાયદો થાય છે.વરીયાળીનું દૂધ પીવાથી એસિડિટી અને મસાલાવાળા ખોરાકથી થતી એસિડિટી અને સોજો ઓછો કરવામાં મદદરૂપ થાય છે.
૧૦ ગ્રામ વરિયાળીમાં થોડું મધ ઉમેરી દિવસમાં ૨થી ૩ વાર સેવન કરવાથી ઉધરસમાં ફાયદો થાય છે.અથવા ૧ ચમચી વરિયાળી અને ૧ ચમચી અજમાને આ અડધા લીટર પાણીમાં ઉકાળી બાદમાં તેમાં ચમચી મધ ઉમેરી ઠંડુ થવા દેવાનું. આ ઉકાળાને દર ૧ કલાકે ૩ ચમચી પીવાથી ઉધરસમાં લાભ થાય છે.
વરિયાળીનું પાણી પાચનની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. તેમાં રહેલું ફાઇબર શરીરને એનર્જી પુરી પાડે છે. તેના નિયમિત સેવનથી ભૂખ પણ ઓછી લાગે છે અને નબળાઇ પણ નથી અનુભવાતી. આ તમામ ગુણોના કારણે શરીર ઉતારવામાં મદદગાર સાબિત થાય છે. વરિયાળીનું પાણી પીવાથી પેઢામાં થતા દુઃખાવા અને ઉલ્ટીની સમસ્યામાં રાહત મળે છે.
વરિયાળીનાં પાણીમાં ફાઇબરનું સારું એવું પ્રમાણ મળી આવી છે, જેના કારણે તે શરીરના ઝેરી પદાર્થને બહાર કાઢે છે અને શરીરની ગંદકીને સાફ કરે છે. તેનાથી લોહી પણ સાફ થઇ જાય છે. તેના માટે એક ચમચી વરિયાળીને એક ગ્લાસ પાણીમાં પલાળીને આખી રાત માટે રહેવા દો અને સવારે ઉઠીને તે પાણીનું સેવન કરો. તેનાથી ઘણો ફાયદો મળશે.
વરીયાળી કુદરતી માઉથ ફ્રેશનર છે. તે ચાવવાથી તેમાંથી સુગંધિત તેલ નીકળે છે, જે શ્વાસની દુર્ગંધ ઓછી કરે છે. તેના એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી ઇન્ફલેમેટરી ગુણ પેઢાના ચેપથી બચાવે છે. પાણીમાં થોડી એવી વરીયાળી નાખીને ઉકાળો અને ઠંડી થાય એટલે કોગળા કરો. નિયમિત પ્રયોગથી મોઢા માંથી દુર્ગંધ નથી આવતી.
નાના બાળકો પાચનની સમસ્યા હંમેશા પરેશાન હોય છે. બાળકોને પેટના રોગ માટે ૨ ચમચી વરિયાળીના ચૂર્ણને ૨ કપ પાણીમાં સારી રીતે ઉકાળી લો. ૩ ભાગ જેટલું પાણી બળે તેટલું ઉકાળી બાદમાં ઠંડુ કરો. આ ઉકાળાને દિવસમાં ૨થી 3 વાર એક-એક ચમચી પીવડાવો. મોઢામાં છાલા પડ્યા હોય તો વરિયાળીને ઉકાળીને પાણી અડધું રહે ત્યારે તેમાં ફટકડી ઉમેરવાથી દિવસમાં ૨ થી 3 વાર સેવન કરવાથી મોઢાના છાલમાં ફાયદો થાય છે.
વરિયાળીના પાવડરને સાકર સાથે બરાબર મિક્સ કરીને ખાવાથી હાથ-પગની જલન દૂર થાય છે. ભોજન પછી ૧૦ ગ્રામ વરિયાળી ખાવી જોઈએ. વરિયાળીના પાણીમાં પોષકતત્વો ભરપૂર માત્રામાં હોય છે. તેના સેવનથી કબજિયાત, એસીડીટી, ગેસની સમસ્યા, ગભરામણ થવી, ઉલટી જેવી સમસ્યામાંથી રાહત મળે છે.
વરીયાળીને આંખ માટે ખુબ જ લાભદાયક માનવામાં આવી છે અને તેને રોજ ખાવાથી આંખની રોશની સારી રહે છે. આયુર્વેદ મુજબ રોજ પાંચ ગ્રામ વરીયાળી ખાવાથી આંખ સારી રહે છે.આંખોની દ્રષ્ટિ વરીયાળી ના સેવન કરવાથી વધારી શકાય છે. વરીયાળી અને સાકર સરખા ભાગે લઈને વાટી લો. તેની એક ચમચી સવાર સાંજ પાણી સાથે બે મહિના સુધી લો. તેનાથી આંખોની દ્રષ્ટિ વધે છે.
વરીયાળીનું સેવન કરવાથી લીવર સારી રીતે કામ કરે છે અને લીવર ની રક્ષા ઘણા પ્રકારના રોગોથી થાય છે. તમે બસ થોડી વરીયાળી નું સેવન થોડા ગરમ પાણી સાથે કરી લો. વરીયાળી પેટના સોજાની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. વરીયાળી ના બીજ ખાસ કરીને જઠરશોથ લક્ષણના ઉપચાર માટે કરવામાં આવે છે. તે ગૈસ્ટ્રીક એસીડ નો સ્ત્રાવ વ્યવસ્થિત કરે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.