ભોજનમાં મસાલા તરીકે વરિયાળીનો ઉપયોગ ખૂબ કરવામાં આવે છે. વરિયાળીનો મોટાભાગે લોકો માઉથ ફ્રેશનર તરીકે પણ ઉપયોગ કરે છે. વરિયાળીના સેવનથી મોંઢાની દુર્ગંધ તો દૂર થાય છે સાથે જ તેના બીજા કેટલાય ફાયદા પણ છે.
વરિયાળી ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે, જમ્યા પછી તેના સેવનથી ભોજન પચાવવામાં સરળતા રહે છે. વરિયાળીના પાણીનું સેવન વરિયાળી ખાવાથી પણ વધારે ફાયદાકારક હોય છે. પેટ સંબંધિત સમસ્યાઓમાં વરિયાળીનું પાણી ખૂબ જ ફાયદો અપાવે છે. હવે આપણે જાણીશું વરિયાળીના પાણીના ફાયદા વિશે.
બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં પણ વરિયાળીનું પાણી મદદરૂપ સાબિત થઇ શકે છે. વરિયાળીનું પાણીનું નિયમિત સેવન કરવા પર દવાઓની સરખામણીમાં વરિયાળીનું પાણી બ્લડ શુગર લેવલને ઘટાડવામાં અસરકારક સાબિત થાય છે. વરિયાળીના પાણીમાં ડાયટરી ફાઇબર હોય છે, જે ભૂખને કંટ્રોલ કરે છે. સાથે જ એમાં એન્ટીસ્પાઝ્મોડિક નામનું તત્વ પેટની માંસપેશિઓને આરામ પહોંચાડે છે, જેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે.
વરિયાળીનું પાણી પીવાથી હાર્ટ એટેક જેવી પ્રોબ્લેમ પણ ખતમ થઈ શકે છે. કારણકે વરિયાળીમાં ફાઇબર, ફાઈબર વિટામીન, એન્ટીઓક્સીડન્ટની માત્રા વધુ હોય છે જેથી હૃદયરોગના હુમલા જેવી બીમારીઓનો સામનો કરવો પડતો નથી. વરિયાળીના પાણીમાં આયરનનું પ્રમાણ ભરપૂર હોય છે, જેને દરરોજ પીવાથી શરીરમાં હીમોગ્લોબીનનું લેવલ વધે છે અને શરીરમાં એનીમિયાની ખામી પૂરી થાય છે.
સવારે ખાલી પેટ વરિયાળીનાં પાણીનું સેવન વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. આ મેટાબૉલિઝ્મને વધારે છે, જેનાથી શરીર વધારે ફેટને ઓછું કરવામાં સક્ષમ થાય છે. તેના માટે વરિયાળીના દાણાંને આખી રાત પાણીમાં પલાળીને રાખો અને સવાર-સવારમાં તેનું સેવન કરવું જોઈએ.
વરિયાળીના પાણીમાં એવા એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. જે શરીરને કેન્સર જેવી ગંભીર બિમારીથી લડવામાં ક્ષમતા આપે છે. આ બ્રેસ્ટ, ફેફસા અથવા અન્ય પ્રકારના કેન્સરથી બચાવ કરે છે. દર મહિને છોકરીઓને માસિક ધર્મના દુખાવામાંથી પસાર થવું પડે છે, પરંતુ દર વખતે તેના માટે દવાઓનું સેવન કરવું યોગ્ય નથી હોતું. એટલા માટે વરિયાળીનાં પાણીનું સેવન કરવું જોઈએ. તેનાથી માસિક ધર્મના સમયે થતાં દુખાવાથી રાહત મળે છે. માસિક ધર્મના સમયે થતી ઉલ્ટી અને ઉબકાની સમસ્યામાં પણ વરિયાળીનું પાણી લાભદાયી છે.
વરિયાળીનાં પાણીમાં ફાઇબરનું સારું એવું પ્રમાણ મળી આવી છે, જેના કારણે તે શરીરના ઝેરી પદાર્થને બહાર કાઢે છે અને શરીરની ગંદકીને સાફ કરે છે. તેનાથી લોહી પણ સાફ થઇ જાય છે. એક ચમચી વરિયાળીને એક ગ્લાસ પાણીમાં પલાળીને આખી રાત માટે રહેવા દો અને સવારે ઉઠીને તે પાણીનું સેવન કરો. તેનાથી ઘણો ફાયદો મળશે.
વરિયાળીનું પાણી ખરાબ કોલેસ્ટ્રોલમાં પણ રાહત આપવામાં ખુબજ ફાયદાકારક છે. વરિયાળી વાળુ પાણી કોલેસ્ટ્રોલ ને કન્ટ્રોલ કરવામાં વધારે લાભદાયક માનવામાં આવે છે
વરિયાળીનું પાણી પીવાથી પેટને લગતી સમસ્યાઓ જેવી કે અપચો, સોજો, પેટ ફુલાઈ જવું, કબજિયાત, એસીડીટી વગેરે જેવી સમસ્યાઓ ઘણી ઓછી થઇ જાય છે. વરિયાળીના પાણીમાં વિટામિન-A ની સાથે જ એન્ટીઓક્સિડેન્ટ્સ અને ઘણા પ્રકારના ન્યૂટ્રિએન્ટ્સ મળી આવે છે. જે આંખોની રોશની વધારવાની સાથે જ આંખોને પણ હેલ્દી રાખે છે અને સાથે જ ઉંમરથી થનારી બીમારી મોતિયાબિંદને પણ રોકવામાં મદદ કરે છે.
ઘણા લોકો ને જમ્યા પછી ખાટા ઓડકાર આવે છે અને મો ખરાબ થઈ જતું હોય છે તો વરીયાળી પાણીમાં ઉકાળીને સાકર નાખીને પીવો. બે ત્રણ વખત ઉપયોગ કરવાથી રાહત મળી જશે. શરીર માં થતી બળતરા ને દૂર કરવા માટે વરીયાળી સાથે સરખા પ્રમાણમાં કોથમીર વાટી-ગાળીને, સાકર ભેળવીને ભોજન પછી ૫-૬ ગ્રામ ના પ્રમાણમાં લેવાથી થોડા જ દિવસોમાં રાહત મળે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.