આજ-કાલની જીવનશૈલી ને લીધે લોકો પાસે સમયસર ખાવાનો સમય નથી, જેથી લોકો વાસી ખોરાક પણ ખાતા હોય છે. વાસી કોરક ખાવાથી નુકસાન થાય છે તેમ પણ વાસી ભાત વધરે નુકસાન કારક છે. જો તમે પણ વાસી ભાત ખાઓ છો તો સાવધાન થઈ જાઓ. કારણ કે વાસી ભાત આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે.
ઠંડા ભાત ખાવાથી આપણા શરીરને ઘણા પ્રકારના નુકસાન પહોંચે છે. ઠંડા કે વાસી ભાતને બીજી વાર ગરમ કરીને ખાવાથી ફૂડ પોઇઝનિંગનું જોખમ વધી જાય છે ભાતને વારંવાર ગરમ કરવાથી બેસિલસ સેરેસની માત્રા વધી જાય છે. જે ફૂડ પોઈઝનીંગ થવાનું કારણ બને છે.
ફૂડ પોઈઝનીંગ સિવાય ઝાડા કે ઊલટી જેવી ફરિયાદો પણ રહે છે. તેથી વાસી ભાત ખાવા ના જોઈએ અને હંમેશા તાજા ભાતનું જ સેવન કરવું જોઈએ. બેસિલસ સેરેસ એક બેક્ટેરિયા હોય છે. જે માટીમાં જોવા મળે છે. આ બેક્ટેરિયા ભાતમાં પણ હાજર હોય છે. જ્યારે ઠંડા ભાતને વારંવાર ગરમ કરવામાં આવે છે તો તે ભાત દૂષિત થઈ જાય છે અને તેમાં બેસિલસ સેરેસની માત્રા વધી જાય છે.
બેસિલસ સેરેસ બેક્ટેરિયા પૈથોજેનિક જે રોગને જન્મ આપનાર બેક્ટેરિયા માનવામાં આવે છે અને જ્યારે ભાતને બીજીવાર ગરમ કરવામાં આવે છે તો તે બેક્ટેરિયા ઝડપથી વધવા લાગે છે. બેસિલસ સેરેસ બેક્ટેરિયા સામાન્ય રીતે ૪-૬૦° C. ના વચ્ચેના તાપમાન પર વધવા લાગે છે અને ભાતમાં તેમની માત્રા વધવાથી શરીર ગંભીર રોગોથી ગ્રસ્ત થઇ જાય છે.
વાસી ભાત ખાવાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે જેથી શરીર સરળતાથી બિમારીઓની ઝપેટમાં આવી જાય છે અને તમે જલ્દી બીમાર પડવા લાગો છો. નાના બાળકો અને ગર્ભવતી મહિલાઓને ભૂલમાં પણ ઠંડા ભાતનું સેવન કરવું ના જોઈએ. તેને ખાવાથી પેટમાં સંક્રમણ થવાનું જોખમ વધી જાય છે અને પેટ પણ ખરાબ થાય છે. સાથે જ ખોરાક પણ યોગ્ય રીતે પચી શકતો નથી અને ઘણીવાર પેટમાં દુખાવાની ફરિયાદ પણ રહેવા લાગે છે.
જે લોકો અસ્થમાથી પરેશાન છે તેમણે પણ વાસી ભાત ખાવાથી દૂર રહેવુ જોઈએ. ભાતની તાસીર ઠંડી હોવાને કારણે આ અસ્થમાના દર્દીઓમાં શ્વાસની સમસ્યા ઉભી કરે છે. લોકો ભાત બીજે દિવસે ગરમ કરીને ખાવાનું પસંદ કરે છે પરંતુ રાતના વાસી ભાત ખાવાથી પાચન પર તેની ખરાબ અસર થાય છે અને પેટ સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
ઠંડા ભાતનું જો સુરક્ષિત રૂપથી સેવન કરવામાં આવે તો તમે બીમાર પડી શકતાં નથી. ઠંડા કે વાસી ભાતને ગરમ કરીને ના ખાઓ. તેને ફ્રિઝમાંથી કાઢીને અમુક સમય માટે રૂમના તાપમાનમાં રહેવા દો અને ત્યારબાદ તેનું સેવન કરો. જો ભાતને ગરમ કરીને જ ખાવાનું પસંદ કરો છો તો તેમને ૧૬૫° કે ૭૪° સુધી જ ગરમ કરો. તેનાથી વધારે ગરમ કરવાથી તે હાનિકારક સાબિત થઈ શકે છે.
ચોખામાં ફૈટ વધુ હોવાને કારણે જાડાપણુ પણ એક કારણ બની શકે છે. તેથી જે લોકો પાતળા થવા માંગે છે તેમણે ચોખાથી દૂર રહેવુ જોઈએ અને જો ખાવાનુ મન પણ થાય તો તેમણે બ્રાઉન રાઈસને બાફીને ખાવા જોઈએ. વાસી ભાત ખાવાથી વધારે નુકસાન પહોંચે છે. ઠંડા કે વાસી ભાત ખાવાથી રોગપ્રતિકારક શક્તિ પર ખરાબ અસર પડે છે અને રોગપ્રતિકારક શક્તિ ઘટવા લાગે છે.