માનવજાતના કલ્યાણ માટે એ વપરાય છે ત્યાં વિજ્ઞાન “એક અમૂલ્ય વરદાન” બનીને સૌની પ્રશંસાને પાત્ર બની જાય છે. પરંતુ એ જ વૈજ્ઞાનિક શોધો , અખતરાઓ અને પ્રયોગો જયારે ખતરનાક બની હાય છે વિનાશનું ભયાનક સ્વરૂપ ધારન કરીને માનજાતનીહસ્તી નાબૂદ થઈ જાય. એટલી હદે ફૂલેફાલે છે ત્યારે ત્યાં ” વિજ્ઞાન એક ગોઝારો અભિશાપ” બનીને સૌની ઘૃણા ને પાત્ર બની જાય છે.
વિજ્ઞાન એટલે એક એવી પદ્ધતિ કે જેમાં ભૌતિક વિશ્વ અંગે અનુભવજન્ય જ્ઞાન મેળવી, તેનું વ્યવસ્થિત વર્ગીકરણ અને પરીક્ષણ કરી, કાર્ય-કારણની સમજૂતી આપતાં સ્પષ્ટીકરણો, સિદ્ધાંતો તથા આગાહીઓ વિકસાવવાનો પ્રયત્ન થાય છે.
વિજ્ઞાનમાં એકલદોકલ ઘટનાઓ કરતાં જુદી જુદી ઘટનાઓમાં દેખાતી નિયમિતતા (રેગ્યુલારિટી અથવા પેટર્ન) શોધી તેમના ખુલાસા કે સ્પષ્ટીકરણ પ્રત્યે વિશેષ ધ્યાન આપવામાં આવે છે
વીસમી સદીમાં કાળા માથના મા નવીને વિજ્ઞાનના સહારે શું શું નથી કર્યું ? ચંદ્ર પર માનવીની અવકાશયત્રાથી માંડીને અવનવા ઉપગ્રહો દ્વારા માનવીએ વકાશ ક્ષેત્રે જે અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે એની પાછળ વિજ્ઞાન જ કારણભૂત છે ને ?
સાગરના પેટાળમાં જવાળામુખીના પેટમાં ઉત્તર ધ્રુવના નિર્જન બરફ-રણમાં, અરે ! જ્યાં સૂર્યના કિરણ પણ નથી પહોંચી શકતા ત્યાં વિજ્ઞાનના સાધનોની મદદથી પહોંચી જઈને માણસે કેટકેટલા અણખૂલ્યા રહસ્યો ઉઘાડી નાખ્યાં છે !
વળી અનેક જીવલેણ રોગો સાધ્ય બનાવીને , ભૂગર્ભ રેલેવ અને એક પાતા પર દોડતી રેલવેથી માંડી ઘડીના છઠ્ઠા ભાગમાં ક્યાં પહોંચાડી દે એવી અત્યંત ઝડપી વાહનોની શોધોએ તો વિજ્ઞાનની બોલબાલા કરી દીધી છે. સુખસગવડના યાંત્રિક સાધનો , કેલ્ક્યુલેટર અને કમ્પ્યૂટર ઉઅપરાંત હવે તો યંત્ર માનવ (રોબોટ)ની શોધો આવકાર્ય છે અને વિજ્ઞાન એ માનવજાત માટે એસ્જવરનું વરદાન છે.
આમ, વિજ્ઞાનનું વિષયવસ્તુ અલગ અલગ હોવાથી વિજ્ઞાનની અનેક શાખા-પ્રશાખાઓ અસ્તિત્વમાં આવી છે, પરંતુ આ દરેક વિષયવસ્તુનો અભ્યાસ વૈજ્ઞાનિક પદ્ધતિથી જ થતો આવ્યો છે તેથી તે બધા વિજ્ઞાન તરીકે જ ઓળખાય છે.[૧]
પરંતુ એ જ વિજ્ઞાન જ્યારે જીવલેણ શસ્ત્રોનું ઉત્પાદન કરે છે , ઝેરી વાયુનું પ્રસારણ કરે છે . માનવીના સ્વાસ્થય સાથે ચેડાં કરે છે , કુદરતની અખોટ સંપતિના ભંડારાઉં નિકંદન કાઢી નાખે છે , પીવાના પાણીને પ્રદૂષિત કરી નાખે છે. અરે ! ચોખ્ખી હવા માટે ફાંફા મારકા માનવીને મજબૂર કરી દે છે ત્યારે , ન કહેવું પડે છે કે માનવી વિજ્ઞાનના હાથે રહેંસાઈ રહ્યો છે.
હાથે કરીને પોતાન પગ પર કુહાડો મારીનેપોતનું જ અસ્તિત્વ જોખમમં મૂકી રહ્યો છે . બે -બે વિશ્વયુદ્ધોએ કરેલી પાયમલી પછી પણ હજી તો એનાથી અનેકગણી સંહારરક શક્તિ ધરાવતા શસ્ત્રોનો ખડકલો વિશ્વની મહાસત્તાઓ દ્વારા થઈ ચૂક્યો છે ત્યારે નિશ્વાસ નાખીને કહેવું પડે છે .
વિજ્ઞાન શાપરૂપ બનીને ત્રાટક્યું છે ! વસ્તુ વિષય એનો એજ છે પરંતુ એના ઉપયોગનો અભિગમ દ્વિમાર્ગી છે. વૈજ્ઞાનિક શોધે જેમણે કરી છે તેમને તો આપણી લાખલાખ સલામ ! પરંતુ એમની એ અદભુતને અન્નય શોધોને સહારે માનવજાતના અસ્તિત્વને જેઓ જોખમમાં મૂકી રહ્યા છે અને વિજ્ઞાનના માધ્યમથી વિનાશને નોતરી રહયા છે . તેમને તો લાખલાખ ધિક્કાર!
ગણિત અને વિજ્ઞાન અને ટેકનોલોજી આ બે વિષયો એવા છે કે જો બાળકોના પ્રાથમિક શિક્ષણમાં આ બે વિષયની ઉપેક્ષા થાય તો તે બાળકોના આગળના અભ્યાસ દરમ્યાનના અભ્યાસક્રમમાં સંકલન સાધવું કેટલીકવાર મુશ્કેલ અને મોટેભાગે અશક્ય બની જાય છે, એટલે કે તેનું પરિણામ બાળકે આગળના અભ્યાસમાં ભોગવવું પડે છે.
અને ટેકનોલોજી વિષય માનવ જીવન માટે ખૂબ જ અગત્યનો છે, આપણી આસપાસ કેટલાક લોકો વિજ્ઞાનના “પ્રયોગો” ને “ચમત્કારો” તરીકે ચીતરી વિજ્ઞાનથી અજાણ સમાજને છેતરવા માટેના વાડોલીયા ઉભા થયેલા નજરે પડે છે.
આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં કાચા પાયાવાળા બાળકોનું સર્જન કરીશું તો તેના બદલામાં આગામી વર્ષોમાં આપણને હજુ વધુ અંધશ્રદ્ધાળુ સમાજ મળશે અને તેનું પરિણામ તો છેલ્લે આપણે અને આપણી પેઠીએ જ ભોગવવું પડશે.
ટૂકમાં વિજ્ઞાનની રચનાત્મક અને ખંડનાત્મક સરનાત્મક કે સંહારાત્મક અસરોમાંથી માનવીએ પોતે જ વિવિકપૂર્વક પસંદગી કરવાની છે. એટલું જ યાદ રાખવાનું છે કે , સૌના વિનાશમાં આપણો પણ વિનાશ સમાયેલો છે . તેથી માનવી જો વિજ્ઞાનની શિધિઓનો સમજપૂર્વક અબે વિવેકપૂર્વક ઉપયોગ કરશે તો જ વિજ્ઞાન માનવજાત માટે વરદાન રૂપ બની જશે !