ઘણી વખત ઘરમાં લોખંડની ચીજવસ્તુઓ જેવી કે બારી બારણા, સ્ટોપર, કેનાલમાં, આગળીયામાં કાટ લાગી જતો હોય છે. તેના કારણે ઘર ની સુંદરતા ઓછી થઈ જતી હોય છે. અને કાટને સાફ કરવાથી તરત આસાનીથી દૂર પણ થતો નથી. ઘણી વખત આપણે કાટને દૂર કરવા માટે ઘણા બધા ઉપાય અજમાવતા હોઈએ છીએ. પરંતુ કાટ દૂર થવાનું નામ જ લેતું નથી. તો આજે અમે લોખંડ પર જામી ગયેલા કાટને દૂર કરવાના ઉપાયો વિશે જણાવવાના છીએ.
જ્યારે લોખંડ ઓક્સિજન અને ભેજના સંપર્કમાં આવે છે, ત્યારે લોખંડ તેની સાથે પ્રતિક્રિયા કરીને કેટલાક અનિચ્છનીય સંયોજનો બનાવી લે છે અને લોખંડ બગડવા લાગે છે અને તેના કારણે તેનો રંગ પણ બદલાઈ જાય છે, તેને લોખંડ પર કાટ લાગવું કહેવામાં આવે છે.
લોખંડ પર લાગેલા કાટને દુર કરવા માટે આપણે પાવડર કે લીક્વીડની મદદથી તેની સફાઈ કરતા હોઈએ છીએ. પરંતુ જો તમે લોકો સરળતાથી દૂર કરવો હોય તો તે માટે ચૂનો, મીઠું અને લીંબુ ના રસ ની મદદથી કરી શકો છો લીંબુ, મીઠું અને ચુનાને સરખી રીતે મિક્સ કરી એક પેસ્ટ બનાવો. ત્યારબાદ આ પેસ્ટને જ્યાં કાટ લાગ્યો હોય તેવી જગ્યા પર લગાવો. ધીમે ધીમે કાટ નરમ થઇ જશે અને કાટ દૂર થઈ જશે.
લોખંડને લાગેલા કાટને દૂર કરવા માટે સેન્ડ પેપરનો ઉપયોગ પણ કરી શકે છે. કાટ લાગ્યો હોય તે જગ્યા પર સેન્ડ પેપરની મદદથી આપણે કાટને આસાનીથી દૂર કરી શકીએ છીએ. જે જગ્યાએ કાટ લાગ્યો હોય ત્યાં સૌપ્રથમ સ્ટેન્ડ પેપર કાટ પર બરાબર રીતે ઘસો. કાટ નીકળી જાય પછી ત્યાં રંગ કરી લેવો જોઈએ કારણ કે રંગ કરવાથી બીજી વખત તે કાટ લાગવાની સમસ્યા ઉદ્ભવી શકે નહીં.
બેકિંગ સોડા અને લીંબુની નો ઉપયોગ પણ કાંટા વાળી જગ્યાએ થી કાટ દૂર કરવા માટે કરવામાં આવે છે. તે માટે સૌપ્રથમ બેકિંગ સોડા અને લીંબુની એક પેસ્ટ બનાવી જુના બ્રશની મદદથી કાટ વાળી જગ્યા પર ઘસો આવું કરવાથી આસાનીથી કાટ દૂર થઈ જશે.
આ ઉપરાંત વિનેગરનો ઉપયોગ પણ કાટની સમસ્યા દૂર કરવા માટે કરી શકાય છે. તે માટે વિનેગરને એક સ્પ્રેમાં ભરી ત્યાં સ્પ્રે કરી એમ જ રહેવા દઈ બ્રશ ફેરવવાથી કાટ ઓટોમેટીક બહાર આવી જશે.
લોખંડ એસીડીક ફૂડસ સાથે રીએક્ટ કરે છે અને તેથી તે ખરાબ થઇ શકે છે. ટમેટાની ગ્રેવી વાળું ખાવાનું, વિનેગર, દૂધની વસ્તુ વગેરે લોખંડના વાસણથી દુર જ રાખો. પણ જો તમારી પાસે લોખંડના વાસણ છે જેને ઉત્તમ રીતે સીઝન કરેલા છે તો મુશ્કેલી ન થવી જોઈએ, પણ નોર્મલ લોખંડના વાસણમાં તે પકવવાની ભૂલ ન કરશો.
લોખંડના વાસણને કાટથી બચાવવાની એક એ રીત પણ છે કે તેનો વારંવાર ઉપયોગ કરવામાં આવે. જો તમે લોખંડની કડાઈને ઘણા દિવસો માટે પડી રહેવા દેશો તો તેમાં ઘણી સરળતાથી કાટ લાગી જશે જે સારું નથી. તમારે તમારી લોખંડની કડાઈનો ઉપયોગ હંમેશા કરવો જોઈએ અને અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણ વખત તેનો ઉપયોગ કરવાથી તમારા શરીરમાં આયરનનું પ્રમાણ પણ યોગ્ય જળવાઈ રહેશે.